અભિષેક (હકીકતને સ્પર્શતી માઇક્રોફિક્શન)

શીર્ષક : અભિષેક

(હકીકતને સ્પર્શતી માઇક્રોફિક્શન)

 

શ્રાવણ મહિનાના પહેલા સોમવારે ગત વર્ષે ગુમાવેલી મા ની યાદમાં એક વ્યક્તિ ફળોનું દાન કરવા નીકળ્યો. રસ્તામાં જ એક વૃદ્ધા મળ્યા. વૃદ્ધાને ફળો આપતા કહ્યું, “બા આજે તમારે પણ સોમવાર હશે! એટલે આ ફળો તમારા માટે છે.”

 

વૃદ્ધાએ બે હાથે ફળો સ્વીકાર્યા. એ વ્યક્તિના માંથે હાથ ફેરવ્યો અને અખૂટ આશીર્વાદ આપતા કહ્યું, “દીકરા મારે તો રોજ સોમવાર હોય છે, પણ રોજ તારી જેમ મારા દીકરા નથી આવતા! તું સોમવારે તો સોમવારે આવતો રહેજે”.

 

એ વ્યક્તિએ કંઈક આપીને અને વૃદ્ધાએ કંઈક પામીને બે ગાઉ છેટી શિવલિંગનો અશ્રુજળથી અખંડ એક કલાક અભિષેક કર્યો.

 

– અંકિતા મુલાણી “રિચ થીંકર”©

 

#shravanmaas #motivationaltalkbyankitamulani #inspirationalquotes #maa #charity #missyou #ankitanivato