મોદી સાહેબનું વડનગર જોયા જેવું છે. તાના રીરીની વાત અદ્ભુત છે. #real #viral #life #modi #vadnagar


મોદી સાહેબનું વડનગર જોયા જેવું છે. તાના રીરીની વાત અદ્ભુત છે. #real #viral #life #modi #vadnagar

વડનગરમાં જોયેલા સ્થળો.

1. હાટકેશ્વર મહાદેવ મંદિર (2000 વર્ષ જૂનું નગર શૈલીનું મંદિર)

2. કીર્તિ તોરણ ( શિલ્પ, સ્થાપત્ય અને કળાનો બેનમૂન નમૂનો)

3. શર્મિષ્ઠા તળાવ ( બોટીંગની મજા સાથે જે તે સમયમાં સતીએ આપેલા બલિદાનની યાદમાં બનાવેલું તળાવ. અન્ય કથાઓ પણ સ્થળ સાથે જોડાયેલી છે.)

4. તાનારીરી (નરસિંહ મહેતાના દીકરી – કુંવરબાઈ – તેમના દીકરી શર્મિષ્ઠા – તેમના બે દીકરી તાનારીરી. એ સમયે શાસ્ત્રીય સંગીતમાં મલ્હાર રાગ તેના જેવો કોઈ ગાઈ ના શકે. પરંતુ અકબરના દીકરાઓ તેનું હરણ કરીને લઈ જતા હતા ત્યારે બને 12 – 15 વર્ષની આ દીકરીઓએ પોતાના હાથમાં પહેરેલી અંગૂઠીનું ઝેર ખાઈ લીધું અને તેની જ્યાં સમાધિ અપાઈ કારતક સુદ નોમ, દશમની તિથિએ આ સ્થળે આજે શાસ્ત્રીય સંગીતનો ભવ્ય મહોત્સવ થાય છે અને અઢી લાખનો પુરસ્કાર અને તામ્રપત્રનો લેખ અપાય છે.) આ ગાર્ડન ખૂબ મજાનું પર્યટક સ્થળ છે.

5. બૌધિસ્ટ મોનીસ્ટ્રી ( 2 – 3 સદીમાં ચીનના યુઆન હ્યુંગે મુલાકાત કરેલી. એ સમયે જૈન સમાજ દ્વારા વસાવેલું નગર, વાસણો, મૂર્તિઓ, હાથી દાંતની બંગડીઓ, સોના, ચાંદી અને કોપરના સિક્કા સાથે ઈંટોથી ચણેલા મકાનો પુરાતત્વ વિભાગને મળી આવ્યા છે.)

6. દસ રાગોને (કેદાર, પહાડી, દરબાર, ભૈરવી, દીપક, મલ્હાર, યમન… ) જીવંત રાખવા બનાવેલું થીમ પાર્ક. કેદાર રાગને તમે ત્યાં હેડફોનમાં પ્રત્યક્ષ સાંભળી શકો છો.

7. સૂર્યદેવ અને ચંદ્રદેવ મૂર્તિ સ્વરૂપે વિશ્વમાં એકમાત્ર વડનગરમાં જોવા મળે છે.

આ સિવાય પણ ઘણું (આર્ટ ગેલેરી, હાલ બની રહેલું વિશ્વનું પ્રથમ નંબરનું અંન્ડર ગ્રાઉન્ડ મ્યુઝિયમ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, મેડિકલ કોલેજ વગેરે….) જાણવા, માણવા અને અનુભવવા જેવું છે. આવો વડનગર જોવા જેવું છે.

#ankitanivato #vadnagar #india #SVM #motivationaltalkbyankitamulani #NarendraModiji #birthplace #Namo

1 COMMENT

Comments are closed.