સ્વર્ગ જેવો આનંદ આપતું સ્થાન એટલે કચ્છનું નાનું રણ #ankitanivato #life #memory #visite #nature #love
કચ્છનું નાનું રણ
અહીંનો એક યાદગાર અનુભવ શેર કરું છું.
જ્યારે હું, નિખિલ, શૈલેષભાઈ પંચાલ અને હેમભા ગઢવી LRK (little ran of katchh) પહોંચ્યા ત્યારે ત્યાંના આરએફઓ સરલા સાહેબ બે કલાકથી અમારી રાહમાં હતા.
તેમની કાળી સ્કોર્પિયોમાં બેસીને અમને રણની વિશેષતા જોવા લઈ ગયા. સૌથી પહેલા શરૂઆતમાં જ કુંજ પક્ષીને જોયા. સરલા સાહેબે થોડી વિગત આપતા કહ્યું કે, “કુંજ નર અને માદા પક્ષી વચ્ચે life bonding agreement હોય છે. શરૂઆતમાં જે જોડી બને તે આજીવન સાથે જ જીવે છે.” કદાચ બે માંથી કોઈ એક શરૂઆતમાં જ મૃત્યુ પામે તો જ બીજું પાર્ટનર શોધે છે”.
આ વાત મારી દૃષ્ટિએ અસામાન્ય છે. આ માનવ જાતિને કેટલો મજાનો સંદેશો આપે છે કે જેની સાથે જોડાણ થયું એ અંતિમ શ્વાસ સુધી રહેવું જોઈએ. સારસ પક્ષીમાં પણ આ વાત જોવા મળે છે.
આ રણ 5,00,000 લાખ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું છે. અહી મીઠા પાણીમાં જીવો તેનું જીવન ટકાવી શકે એ માટે મીઠા પાણીનો સંગ્રહ કરવા નાના નાના સરોવરો પણ બનાવ્યા છે. વર્ષાંતે લાખો લોકો આ રણની મુલાકાત લ્યે છે. ખાસ કરીને આખા વિશ્વમાં ઘૂડખર પ્રાણીની પ્રજાતિ આટલી મોટી સંખ્યામાં ક્યાંય જોવા નથી મળતી. અહી ઘૂડખર અભ્યારણ્યમાં 6,000 થી વધુની સંખ્યામાં જોવા મળે છે. નવાઈની વાત તો એ છે કે આવા રણમાં તેના ખોરાકની વ્યવસ્થા શું હશે? તેઓ ત્યાં માત્ર ખારા લાગતા પાણીથી ભરેલા નાના નાના પાંદડા ખાઈને પોતાનું જીવન જીવે છે.
મજાના કુદરતી સૌંદર્યની સાથે આ રણ જાણવા અને માણવા જેવું છે.
#ankitanivato #LRK #visite #ran #nature #beauty #happy #moment #memory
કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા
જય જય ગરવી ગુજરાત